← બધા કીર્તન

ટેલિફોન મારે કરવો કન્હૈયા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ટેલિફોન મારે કરવો કન્હૈયા,

સાચો નંબર તું બતાવજે રે - ટેલિફોન

પહેલો તે ફોન મેં તો મથુરા માં કરીયો,

અરે ઘંટડી વાગી ને માતા દેવકીજી એ લીધો,

અરે કાન્હો ગયો છે ગોકુલ માં રે – ટેલિફોન

બીજો તે ફોન મેં તો ગોકુલ માં કરીયો,

અરે ઘંટડી વાગી ને માતા જશોદા એ લીધો,

અરે કાન્હો ગયો છે મેવાડ માં રે – ટેલિફોન

ત્રીજો તે ફોન મેં તો મેવાડ માં કરીયો,

અરે ઘંટડી વાગી ને મીરાંબાઈ એ લીધો,

અરે કાન્હો ગયો છે ડાકોર માં રે – ટેલિફોન

ચોથો તે ફોન મેં તો ડાકોર માં કરીયો,

અરે ઘંટડી વાગી ને ભક્ત બોડાણા એ લીધો,

અરે કાન્હો ગયો છે બરસાના માં રે – ટેલિફોન

પાંચમો તે ફોન મેં તો બરસાના કરીયો,

અરે ઘંટડી વાગી ને રાણી રાધાજી એ લીધો,

અરે કાન્હો ગયો છે લંડન માં રે – ટેલિફોન

છઠ્ઠો તે ફોન મેં તો લંડન કરીયો,

અરે ઘંટડી વાગી ને વ્રજ મંડળે એ લીધો,

અરે કાન્હો ગયો છે સતસંગ માં રે – ટેલિફોન

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.