← બધા કીર્તન

ઠાકુરની ઠકરાણી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

તુ તો ઠાકુરની ઠકરાણી કે જમુના મહારાણી

કે તને વૈષ્ણવ જન એ વખાણી કે જમુના મહારાણી

નિર્મલ નીર તારો ગંભીર પરવાહ છે

લાખો જીવો નો તારે તીરે નિર્વાહ છે

હે..તારા પાપ હરનારા પાણી કે જમુના મહારાણી - કે તું તો ઠકુરાણી

યમની તું બનેડી ને સૂરજની દીકરી

કાલિન્દી થઇ ને કૃષ્ણ સાથે તું તો વરી

હે...હે તું તો પ્રગટ થઇ ને પુજાની કે જમુના મહારાણી - કે તું તો ઠકુરાણી

તારી માટી ને કોઈ અંગ પર લગાવે

ભક્તિ દેવી એના ચરણો પધરાવે

હે..એની મટી જાય ચોરાસી ક્રમાં કે મહારાણી જમુના - કે તું તો ઠકુરાણી

સનાન પાન કરે તેના દોષ ને હટાવે

આતી એ અંત પાપ હારીની કહાવે

હે...તું તો સાગર માં જઈ સમાણી શ્રી યમુના મહારાણી - કે તું તો ઠકુરાણી

તારી સેવાથી મહાપ્રભુ રાજી થાય છે

અલ્પમતી ગોવિંદજી ગુણ તારા ગાય છે

હે...મારી નીર્મલ કરી દે વાણી શ્રી યમુના મહારાણી - કે તું તો ઠકુરાણી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.