વાલો મારો શ્રદ્ધાની સાંકળે બંધાય
કીર્તનના શબ્દો
વાલો મારો શ્રદ્ધાની સાંકળે બંધાય છે રે
વાલો મારો પ્રેમની દોરે બંધાય છે રે
વાલો મારો પુષ્પની કલીએ બંધાય છે રે - વાલો
શ્રદ્ધાની સાંકળે કોણે કોણે બાંધ્યો
શ્રદ્ધાની સાંકળે ગિરિરાજે બાંધ્યો
વાલો મારો દૂધ આરોગી રાજી થાય છે રે – વાલો પ્રેમ
પ્રેમની દોરે કોણે કોણે બાંધ્યો
પ્રેમની દોરે શ્રી વલ્લભે બાંધ્યો
વાલો મારો શરણે લઈને રાજી થાય છે રે – વાલો શ્રદ્ધા
પુષ્પની કળીએ કોણે કોણે બાંધ્યો
પુષ્પની કળીએ શ્રી વિઠ્ઠલે બાંધ્યો
વાલો મારો પુષ્ટિમાં ખેંચી રાજી થાય છે રે – વાલો પ્રેમ
પ્રેમની દોરે કોણે કોણે બાંધ્યો
પ્રેમની દોરે શ્રી યમુનાજીએ બાંધ્યો
વાલો મારો પયપાન કરાવી રાજી થાય છે રે – વાલો શ્રદ્ધા
શ્રદ્ધાની સાંકળે કોણે કોણે બાંધ્યો
શ્રદ્ધાની સાંકળે નરસીએ બાંધ્યો
વાલો મારો હૂંડી સ્વીકારી રાજી થાય છે રે – વાલો શ્રદ્ધા
શ્રદ્ધાની સાંકળે કોણે કોણે બાંધ્યો
શ્રદ્ધાની સાંકળે દ્રૌપદીએ બાંધ્યો
વાલો મારો ચીરપુરી ને રાજી થાય છે રે – વાલો પ્રેમ
પ્રેમની દોરે કોણે કોણે બાંધ્યો
પ્રેમની દોરે અર્જુને બાંધ્યો
વાલો મારો રથ હાંકી ને રાજી થાય છે રે – વાલો પ્રેમ
પ્રેમની દોરે કોણે કોણે બાંધ્યો
પ્રેમની દોરે ગોપીજનોએ બાંધ્યો
વાલો મારો રાસ રમાડી રાજી થાય છે રે – વાલો પ્રેમ
પ્રેમની દોરે કોણે કોણે બાંધ્યો
પ્રેમની દોરે ગોવાળોએ બાંધ્યો
વાલો મારો છાક આરોગી રાજી થાય છે રે – વાલો શ્રદ્ધા
શ્રદ્ધાની સાંકળે કોણે કોણે બાંધ્યો
શ્રદ્ધાની સાંકળે વૈષ્ણવોએ બાંધ્યો
વાલો મારો કીર્તન સાંભળીને રાજી થાય છે રે – વાલો શ્રદ્ધા