← બધા કીર્તન

વાંકે અંબોડે શ્રીનાથજી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

વાંકે અંબોડે શ્રીનાથજી, ને સુંદિરશ્યામ સ્વરૂપ;

શ્રીવલ્લભસુત સેવા કરે, એ શ્રીગોકુળના ભૂપ.

પાઘ બાંધે વહાલો જરકશી, ને સુંદર વાઘા સાર;

પટકા છે પંચ રંગના, સજિઆ તે સોળ શૃંગાર.,

કેસરી તિલક સોહામણા, નાસિકા વિશ્વાધાર;

તિલકની અતિ ક્રાંતિ છે, કંઠે છે મોતિના હાર.,

હડપચીએ હીરલો ઝગમગે, એના તેજ તણો નહિ પાર;

અધર બિંબ એ રસિક છે, ઝળકે છે જ્યોત પ્રકાશ.,

બાહે બાજુબંધ બેરખા, હરિના ખીટળીયાળા કેશ;

નીરખ્યા ને વળી નીરખીશું, એના પાર ન પામે શેષ.,

ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણે કટી મધ્ય ભાગ;

કૃપા કરો ને શ્રીનાથજી, મારા હૈયા ટાઢા થાય.,

પાયે ઘૂઘરી રણઝણે, મોજડીએ મોતીના હાર;

કૃપા કરો ને શ્રીનાથજી, બલિહારી માધવદાસ.,

માધવદાસ કહે હરિ મારું, માંગ્યું આપો મહારાજ;

લળી લળી કરું વિનંતી, મુને દેજો વ્રજમાં વાસ.

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.