← બધા કીર્તન

વૈષ્ણવ ૦૩ - દામોદરદાસ

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

ભાવપ્રકાથ: દામોદરદાસને બાલપણથી વિરહ હતો જે શ્રી ઠાકુરજીની પ્રાપ્તિ ક્યા પ્રકારે થાય? તે દામોદરદાસ એક સમય પ્રયાગમાં મકરસ્નાન માટે આવ્યા હતા. ત્યાં કૃષ્ણદાસથી મિલાપ થયો. ત્યારે ચર્ચા કરતાં કૃષ્ણદાસ મેઘને કહ્યું જે શ્રી વલ્લભાચાર્યજી પ્રકટ થયા છે તે દક્ષિણમાં પધાર્યા છે. આપે કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદનું ખંડન કર્યું છે. એમની કૃપાથી નિશ્ચય શ્રી ઠાકુરજી મળશે. મારે જે ગુરુથી સ્નેહ છે તેનાથી કાંઈ કાર્ય સારું થયું નહીં, તેથી હવે હું જયાં શ્રી આચાર્યજી હશે ત્યાં જાઉં છું. આટલું દામોદરદાસને કહીને કૃષ્ણદાસ દક્ષિણ દેશ ગયા.

જ્યારથી દામોદરદાસની પાસેથી કૃષ્ણદાસ મેઘન શ્રી આચાર્યજીની પાસે ગયા ત્યારથી દામોદરદાસનો વિરહ ઘણો રહે જે મને શ્રી આચાર્યજી કેવા પ્રકારે મળશે? આ પ્રકારે વિરહ કરતાં મહા મહિનામાં મકર-સ્નાન દામોદરદાસે કર્યું. મહાસુદ પુનમે દામોદરદાસ જયારે મકર-સ્નાન કરતા હતા તે સમયે તાંબાનો પત્ર ગંગા-યમુનાના સંગમમાંથી દામોદરદાસના હાથમાં આવ્યો. તે દામાદરદાસ ઘરે લાવ્યા. પછી રાત્રિએ જયારે દામોદરદાસ સૂતા ત્યારે દામોદરદાસને સ્વપ્ન થયું કે આ પત્ર વાંચે તેની તું શરણે જજે. ત્યારે સવારે ઉઠી મોટા-મોટા પંડિતો, બ્રાહ્મણો , મહાપુરુપો જેઓ મકર-સ્નાન કરવા પ્રયાગમાં આવ્યા હતા, તે બધાને આ તાંબાનો પત્ર વંચાવ્યો. પરંતુ તેઓ ન વાંચી શક્યા. દામોદરદાસને કાશીમાં શેઠ પુરુષોત્તમદાસની સાથે વ્યવહાર હતો તેથી તેઓ ત્યાં ગયા અને તેમને સઘળી વાત દામોદરદાસે કહી. જે આ પત્ર શ્રી આચાર્યજી વાંચશે, બીજા કોઈનું સામર્થ્ય નથી. મને કૃષ્ણદાસ મેઘન કહી ગયા છે કે શ્રી આચાર્યજીનાં શરણથી શ્રી ઠાકુરજી મળશે. આ સાંભળીને શેઠ પુરુષોત્તમદાસને પણ ચટપટી લાગી કે મને ક્યારે શ્રી આચાર્યજીના દર્શન થાય? તે શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં વર્ણન કરીશું. આ પ્રકારે દામોદરદાસ ૧૫ દિવસ કાશી રહ્યા પરંતુ પત્ર કોઈએ ન વાંચ્યો. ત્યારે કનોજમાં પોતાને ઘેર આવ્યા. એમ વિરહ કરતાં કેટલાક મહિનામાં શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા, અને ગામની બહાર બાગમાં ઉતર્યા.

વાર્તાપ્રસંગ ૧: જયારે શ્રી આચાર્યજી કનોજ પધાર્યા ત્યારે ત્યાં ગામની બહાર એક બાગ હતો ત્યાં આપ ઊતર્યા અને કૃષ્ણદાસને ગામમાં મોકલ્યા કે સીધુ-સામગ્રી લઈ આવ. પરંતુ કોઈને કહીશ નહીં કે શ્રી આચાર્યજી આપ પધાર્યા છે.

ભાવપ્રકાશ: આ પ્રમાણે કહ્યું તેનો અભિપ્રાય એ છે કે દામોદરદાસ કૃષ્ણદાસને મળશે અને દામોદરદાસને પહેલાં પોતે જ કહે કે શ્રી આચાર્યજી પધાર્યા છે, તે ઠીક નહિ, કારણ દામોદરદાસ દ્રવ્યપાત્ર છે તેથી તેમને બોલાવવાની આપશ્રી ને અપેક્ષા છે. એમ જો કૃષ્ણદાસના મનમાં આવે તો કૃષ્ણદાસનો બગાડ થાય. તેથી રોકી દીધા કે કોઈને કહીશ નહીં. પ્રીતિ હશે તો પોતે જ આવશે. આ અભિપ્રાય જાણવો. અને બીજો અભિપ્રાય એ છે જે દિવસે શ્રી આચાર્યજી કનોજ પધાર્યા તેના પહેલાં શ્રી આચાર્યજી આપને શ્રી ઠાકુરજીની આજ્ઞા થઈ હતી કે અહીંના (કનોજના) જીવોને પાવન કરવા છે. તેથી શ્રી આચાર્યજી આપે વિચાર્યું કે આજ્ઞા થઈ છે તો એની મેળે થશે, તેથી ના કહી.

ત્યારે કૃષ્ણદાસ ગામમાં ગયા, સીધુ-સામગ્રી બધું લીધું. તે બધું લઈને ચાલ્યા ત્યાં દામોદરદાસ રાજદ્વારથી આવતા હતા. તે માર્ગમાં જતાં કૃષ્ણદાસને ઓળખ્યા ત્યારે દામોદરદાસ ઘોડાથી ઉતરીને પાસે આવ્યા અને દંડવત્‌ કરીને પૂછયું કે શ્રી આચાર્યજી મહાપ્રભુ પધાર્યા છે? ત્યારે કૃષ્ણદાસે વિચાર કર્યો કે શ્રી આચાર્યજીની આજ્ઞા નથી તેથી કંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે દામોદરદાસે વિચાર્યું, કે શ્રી આચાર્યજી વિના એ શા માટે આવે? જ્યારે કૃષ્ણદાસ ચાલ્યા, ત્યારે દામોદરદાસ તેમની પાછળ પાછળ આવ્યા. ઘોડાને ધેર મોકલી દીધો. કૃપ્ણદાસને અને દામોદરદાસને દૂરથી આવતાં શ્રી આચાર્યજીએ જયારે જોયા ત્યારે દામોદરદાસે દંડવત્‌ કર્યા. તે વખતે કૃપ્ણદાસને શ્રી આચાર્યજીએ પૂછયું, કે તે એને કેમ કહ્યું? ત્યારે કૃપ્ણદાસે કહ્યું, મહારાજ! મેં તો એમને નથી કહ્યું, ત્યારે દામોદરદાસે શ્રીઆચાર્યજીને વિનંતી કરી, જે મહારાજ! એમણે તો મને નથી કહ્યું, હું તો એમની પાછળ ચાલ્યો આવું છું. પછી આચાર્યજીએ દામોદરદાસને પૂછ્યું કે, પત્ર મળ્યો છે તે લાવ્યા છો? ત્યારે દામોદરદાસે વિનંતી કરી, કે મહારાજ! પત્રનું શું કામ છે ? ત્યારે શ્રીઆચાર્યજીએ પોતે કહ્યું કે, તમને આજ્ઞા થઈ છે કે પત્ર વાંચે તેની શરણે જજો, તેથી પત્ર લાવો, ત્યારે પત્ર મંગાવ્યો.

ભાવપ્રકાશ: શ્રીઆચાર્યજીએ કૃષ્ણદાસને કહ્યું, કે તે એને કેમ કહ્યું? તેનું કારણ કે તે આજ્ઞા નથી છતાં કહ્યું, એટલે કે અમારું પધારવાનુ કહ્યું. ત્યારે દામોદરદાસે કહ્યું એમણે વાત નથી કરી હું એમની પાછળ પાછળ ચાલ્યો આવ્યો છુ. આ પ્રકારે દીનતા સિદ્ધ કરી. દામોદરદાસે કહ્યું જે પત્રનું શું કામ છે? એમ કહી દામોદરદાસે એ બતાવ્યું કે આપ ઈશ્વર છો, મને અનુભવ થયો છે. ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું જે પત્ર લાવો, ભગવદ્‌-આજ્ઞા હોય તેમજ કરવું. આચાર્યજીએ પત્ર મંગાવ્યો હતો તે વાંચ્યો અને તેનો અભિપ્રાય દામોદરદાસને કહ્યો. પછી દામોદરદાસને નામ સંભળાવ્યું. પછી શ્રીઆચાર્યજીને દામોદરદાસે પોતાને ઘેર પધરાવ્યા. દામોદરદાસની સ્રી પણ શરણે આવી. ત્યારે દામોદરદાસને અને તેમની સ્ત્રીને સમર્પણ કરાવ્યું. એક લુંડી દેવી જીવ હતી તે પણ શરણે આવી.

દામોદરદાસે વિનંતી કરી, હે મહારાજ! હવે શી આજ્ઞા છે! હવે અમે શું કરીએ! ત્યારે શ્રીઆચાર્યજીએ શ્રીમુખથી આજ્ઞા કરી, કે હવે તમે સેવા કરો. ત્યારે દામોદરદાસે કહ્યું કે, મહારાજ! સેવા કયા પ્રકારે કરું? ત્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે, કોઈ જગ્યાએ શ્રીઠાકુરજીનું સ્વરૂપ હોયતો જુઓ. પછી એક દરજીને ત્યાં શ્રીઠાકુરજીનું સ્વરૂપ હતું તેને દ્રવ્ય આપીને દામોદરદાસ સ્વરૂપ પોતાને ઘેર લઈ આવ્યા. પછી ઘર બધું પોત્યું, પાત્ર બધાં બદલ્યાં, પછી શ્રીઆચાર્યજીએ સ્વરૂપને પંચામૃત કરાવ્યું અને શ્રીદ્રારકાનાથજી નામ ધર્યું.

ભાવપ્રકાશ :શ્રીદ્રારકાનાથજી નામ એથી ધર્યું કે રાજરીતિથી પ્રથમ સેવાનો વિસ્તાર દામોદરદાસને માથે સોંપ્યો છે. સિંહાસન ઉપર પાટ બેસાડ્યા. એ રીતે દામોદરદાસના માથે સેવા પધરાવીને પછી શ્રીઆચાર્યજી પોતે રસોઈ કરીને ભોગ સમર્પ્યો. સમયાનુસાર ભોગ સરાવ્યો અને બીડાં સમર્પવા લાગ્યા. ત્યારે જોયું તો પાન લીલાં (કાચાં) છે. તેથી શ્રી આચાર્યજીએ દામોદરદાસને ખીજીને કહ્યું, લીલાં પાન શ્રીઠાકુરને ન સમર્પિએ, પીળાં, પાકેલાં સમર્પિએ. ઉત્તમ સામગ્રી હોય તો શ્રીઠાકુરજીને સમર્પિએ. શ્રીઠાકુરજી તો ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોક્તા છે. તેથી ઉત્તમ સામગ્રી હોય તો શ્રીઠાકુરજીને સમર્પિએ. તે પછી સ્ત્રી-પુરુષ સુંદર રીતિથી સેવા કરવા લાગ્યા. એ પ્રમાણે શ્રીદ્રારકાનાથજીની સેવા સુંદર રીતિથી થવા લાગી. પછી શ્રીઆચાર્યજીએ આજ્ઞા કરી કે ઊતરેલું (વાપરેલું વસ્ત્રનું થાન હોય તેમાંથી વસ્ત્ર શ્રીઠાકુરજીને ન સમર્પિએ. આખા થાનમાંથી શ્રીઠાકુરજીને માટે વસ્ત્ર લેવું અને ઉત્તમ સામગ્રી હોય તેમાંથી બીજી જગાએ ન વાપરીએ) તો પછી સ્ત્રી-પુરુષ સુંદર રીતિથી સેવા કરવા લાગ્યા. સેવા સામગ્રી થતી તે સોનાના કટોરામાં આમરસ રાખતા. તે એવી ઉચ્ચતાથી કે બીજા કોઈ ન જાણે કે આમાં કંઈ સામગ્રી ધરી છે. એ રીતથી દામોદરદાસ સેવા કરવા લાગ્યા.

ભાવપ્રકાશ: પછી વસ્ત્રાદિકની રીતિ બતાવી કે બીજા કાર્યમાં કંઈક લીધું હોય તો તે વસ્તુ શ્રીઠાકુરજીને માટે બધી સામગ્રીમાંથી પ્રથમ લેવું. શ્રીઠાકોરજી માટે લીધેલી સામગ્રીમાંથી બીજી જગે ખર્ચ ન કરવું, એ પ્રકારે પુષ્ટિમાર્ગની રીતિ બધાને બતાવી. સામગ્રી પીળી સોનાના પાત્રમાં મળી જાય અને ઉજ્જવલ સામગ્રી રૂપાના પાત્રમાં મળી જાય, આ ગૂઢ ભાવ સૂચવ્યો. સોનાના વિષે શ્રીસ્વામીનીજીના ભાવથી અને રૂપાના વિષી શ્રીચંદ્રાવલીજીની ભાવથી સેવા કરતા. પછી શ્રીઆચાર્યજી પૃથ્વી પરિક્રમામાં પધાર્યા. દામોદરદાસ શ્રીઠાકુરજીનું જલ પોતે ભરતા. પછી એક દિવસ દામોદરદાસના સસરા ઘેર આવીને દામોદરદાસને કહેવા લાગ્યા, કે તમે પોતે જલ ભરીને લાવો છો તે અમને જાતિમાં લજ્જા આવે છે, તેથી તમે જલ ન ભરો, લુંડી પાસે જલ ભરાવો. ત્યારે દામોદરદાસે વિચાર્યું કે સુરદાસજીએ ગાયું છે કે, 'સૂર ભજન કલિ કેવલકીજે લજ્જા કા'ન નિવારી' બીજા કીર્તનમાં ગાયું છે 'ક'ન કાહુકી મન ધરિયે, વ્રત કાહુકી અનન્ય એક લહીએ હો' એ વિચારી દામોદરદાસે સ્ત્રી ને કહ્યું જે તમે પણ જલ ભરવા ચાલો. પછી દામોદરદાસે બીજા દિવસે એક ઘડો તો પોતે લીધો અને એક ઘડો સ્ત્રીના હાથમાં આપ્યો. સ્ત્રી ભગવદીય હતી તેથી બંને જણ ઘડો અને ગાગર લઈ દામોદરદાસના સસરાની દુકાન આગળથી ચાલ્યા. પાછા બંને જણ ફરી એની દુકાનની નીચે થઈને નીકળ્યા. જલ લઈને ઘેર આવ્યા તે પછી દામોદરદાસના સસરા ત્યાં આવ્યા, તે આવીને દામોદરદાસના પગે પડ્યા, અને કહ્યું જે હું ચૂક્યું, કે તમને કહ્યું. હવેથી તમે જ જલ ભરો. પરંતુ સ્ત્રીજન પાસે જલ ન ભરાવો. આજ પછી અમે કંઈ નહીં કહીએ. પછી પોતે જ જલ ભરવા લાગ્યા. થોડા દિવસ પછી શ્રીઠાકુરજી દામોદરદાસને સાનુભાવ જણાવવા લાગ્યા. જે કંઈ જોઈએ તે દામોદરદાસ પાસેથી માગી લે, વાતો કરે, સેવા કરીને દામોદરદાસે શ્રીઠાકુરજીને એવા પ્રસન્ન કર્યા કે એમની સેવા જોઈને શ્રીઆચાર્યજી બહુ પ્રસન્ન થયા. ત્યારે પોતાના શ્રીમુખથી કહ્યું કે જેણે રાજા અંબરીષને ન જોયો હોય તે દામોદરદાસને જુઓ. રાજા અંબરીષ તો મર્યાદામાર્ગીય હતા અને આ દામોદરદાસ પુષ્ટિમાર્ગીય છે. એનામાં એટલી અધિકતા છે.

ભાવપ્રકાશ: દામોદરદાસ જલની સેવા શ્રીયમુનાજીના ભાવથી કરતા. તેથી શ્રીઆચાર્યજીએ કહ્યું જે મર્યાદામાં અંબરિષ અને પુષ્ટિમાં દામોદરદાસે રાજ-સેવા કરી એમને ત્યાં તતહેરા જલને ગરમ કરવાના હાંડાઃ રૂપાના હતા. અંબરિષની ઉપમા કેમ જાણીએ? જેમ શ્રીઠાકુરજીના મુખની ઉપમા ચંદ્રમાની, એ રીતે સમજવું. કારણ ક્યાં મર્યાદા ! અને ક્યાં પુષ્ટિ ! કોટીગણું તારતમ્ય જાણવું.

જ્યારે દામોદરદાસના સસરાએ કહ્યું, સ્ત્રીથી જલ ન ભરાવો. ત્યારે દામોદરદાસ કહે, જલ નહીં ભરાવીએ. પછી સસરા ગયા ત્યારે દામોદરદાસે વિચાર્યું કે જગની સેવા સ્ત્રીજનથી કરાવી તો જો હવે હું છોડાવું તો મને સસરાની મર્યાદાનો દોષ લાગે, પરંતુ એકવાર જલ ભરવાનું કહીશ. પ્રીતિ હશે તો સ્ત્રી પોતે જ નહીં છોડે. એમ વિચાર્યું જે એકવાર પગલું ભર્યું તો સો વાર ભર્યું. લોકો તો જાણી ચૂક્યા છે, હવે હું સેવા કેમ છોડુ? પ્રીતિ હશે તો આ પ્રકારે (વિચારીને) સ્ત્રી જલ ભરશે. અને હું હઠ કરીને ભરાવું તો પ્રીતિ વિના શ્રીઠાકુરજી અંગીકાર નહી કરે. તેથી એકવાર રોકું તો ખરો. પછી સ્ત્રીને કહે હવે હું જ જલ ભરીશ, તમે ન ભરો. તમારા પિતાને લાજ લાગે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું તમે જ ભરો. આ પ્રકારે પિતાની મર્યાદાનો દોષ થયો અને તેથી આગળ ઉપર અન્યાશ્રય થયો. જો દામોદરદાસ સસરાના આગ્રહ મર્યાદાથી પોલે થઈને જલની સેવા સ્ત્રી પાસેથી છોડાવતા તો એમને પણ બાધક થાત. તેથી ફરી સેવા કરવા લાગ્યા.

વાર્તાપ્રસંગ ર: વળી એક સમયે ઉષ્ણકાલના દિવસ હતા. ત્યારે દામોદરદાસ શ્રીઠાકુરજીને મંદિરમાં પધરાવી પોઢાવીને પોતે ચોબર (ઉપર ખુલ્લા ચોરામાં) જઈ સૂતા ત્યારે શ્રી દ્રારકાનાથજીએ લુંડીને આજ્ઞા કરી તું કમાડ ખોલ, મને ગરમી બહુ જ થાય છે. ત્યારે લુંડીએ મંદિરનાં કમાડ ખોલ્યાં. પછી શ્રીદ્રારકાનાથજીએ લુંડીને કહ્યું કે તું પંખો કર. ત્યારે લુંડીએ પંખો કર્યો. પછી શ્રીઠાકુરજીએ લુંડીને જ્યારે કહ્યું કે તું જા. હવે રહેવા દે. ત્યારે લુંડી કમાડ ખુલ્લા મૂકીને સૂવા ગઈ, સવાર થયું ત્યારે દામોદરદાસ જૂએ છે તો મંદિરનાં કમાડ ખુલ્લાં છે ત્યારે પૂછયું કે કમાડ કોણે ખોલ્યાં છે? ત્યારે લુંડીએ દામોદરદાસને કહ્યું મને શ્રીઠાકુરજીએ આજ્ઞા કરી હતી કે તું કમાડ ખોલ, તેથી મેં કમાડ ખોલ્યાં છે. ત્યારે દામોદરદાસે કહ્યું કે મને કેમ ન કહ્યું, તે પાતે ખોલ્યાં? પછી દામોદરદાસના મનમાં આવ્યું કે શ્રીઠાકુરજીએ મને કમાડ ખોલવાનું કેમ ન કહ્યું, અને લુંડીને કેમ કહ્યું? પરંતુ પ્રભુ તો દયાળુ છે. જેના વિષે સ્નેહ હોય તેનાથી સંભારણ કરે. શ્રીઆચાર્યજીના અંગીકારમાં બધા સમાન છે.લૌકિકમાં કોઈ ઊંચનીચ કહે, પરંતુ શ્રીઠાકુરજી તો સ્નેહને વશ છે. શ્રીઠાકુરજીએ કહ્યું કે મેં ખોલાવ્યાં છે અને એણે ખોલ્યાં છે, તું એને કેમ ખીજે છે? તું ચોવારે જઈ સૂતો અને મને ભીતર સુવાડ્યો! ત્યારે દામોદરદાસે કહ્યું, પ્રસાદ ત્યારે જ લઈશ કે જ્યારે મંદિર નવું સિદ્ધ કરાવું. ત્યારે સ્ત્રીએ કહ્યું કે એમ કેમ બને. આ તો કંઈ પાચ-સાત દિવસતું તો કામ નથી. ત્યારે દામોદરદાસે કહ્યું કે સખડી મહાપ્રસાદ તો નહીં લઉં, ફલાહાર કરીશ. પછી થોડા વખતમાં મંદિર સિદ્ધ થયું ત્યારે સુંદર દિવસ જોઈને શ્રી દ્વારિકાનાથજીને મંદિરમાં પાટ બેસાડ્યા અને મોટો ઉત્સવ કર્યો. પછી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો, તે પછી પોતે મહાપ્રસાદ લીધો.

ભાવપ્રકાશ: શ્રીઠાકુરજીએ લુંડીની પાસે પંખો કરાવ્યો. પરંતુ સ્ત્રીને નહીં જણાવ્યું, તે પણ સ્ત્રીએ જલની સેવા છોડી તેથી તેને ન કહ્યું કેમકે પહેલાં સ્ત્રી જલની સેવા ન કરતી તો હરકત ન હતી. વળી સેવા કરીને છોડાવી હોત તો પાંચ દશ દિવસ જલ ભરીને પછી પોતાના મનથી જલ ન ભરતી તો ચિંતા નહીં પરંતુ દામોદરદાસના સસરાના કહેવાથી સેવા છોડી તેથી શ્રીઠાકુરજીએ લુંડી પાસે કમાડ ખોલાવી પંખાની સેવા કરાવી. શ્રીઆચાયજીની આ આજ્ઞા છે કે જ્યાં સુધી પૂર્ણ સ્નેહનો પ્રકાર હૃદયારૂઢ ન થાય ત્યાં સુધી સેવા યથા દેહે તથા દેવે કરવી. પોતાના દેહને શીત ઉષ્ણ વિચારીને કરે. દામોદરદાસ તો ચોવારે સૂતા અને શ્રીઠાકુરજીને પવન આવવાનો માર્ગ નહતો, તેથી મંદિરની રીતિ પ્રગટ કરાવવાને માટે શ્રીઠાકુરજીએ લુંડીથી કમાડ ખોલાવ્યા. લુંડીને માનસી સેવાનો અધિકાર હતો, આઠે પહોર ગુપ્ત રીતિથી માનસી સેવા કરતી કોઈ જાણે નહીં એ રીતે તેથી શ્રીઠાકુરજી તે લુંડી ઉપર બહુ જ પ્રસન્ન રહેતા.

જ્યારે દામોદરદાસ લુંડી ઉપર ખીજ્યા ત્યારે શ્રીઠાકુરજી સહી ન શક્યા. કેમ? જે એમને પ્રિય છે તેના ઉપર ખીજે છે? તેથી લુંડીનો પક્ષ શ્રીઠાકુરજીએ કર્યો, તથા દામોદરદાસને અપરાધથી છોડાવવાને બોલ્યા કે મેં એની પાસે કમાડ ખોલાવ્યાં છે, તું કેમ ખીજે છે. આજ પછી એના ઉપર પ્રીતિ રાખજે. એનું સ્વરૂપ અલૌકિક જાણજે. તું જઈને ચોવારા ઉપર સૂતો અને મને પવન આવવાની જગા નહીં? ચિત્રા સખી થઈ તારી સેવા ભૂલી ગયો? ત્યારે દામોદરદાસ ચોંકી ઊઠયા. પોતાના સ્વરૂપનો અનુભમવ થયો ત્યારે કહે, મંદિર તૈયાર થાય ત્યારે ખાનપાન કરું. આ ટેક ચિત્રસખીના આવેશમાં લીધી. પછી કારીગરને બોલાવી કામે લગાડ્યા, પછી સ્ત્રીએ કહ્યું, ખાનપાન વિના કેમ ચાલશે? એક દિવસનું કામ નથી, તેથી ખાનપાન વિના રહેવાશે નહીં. આવેશ રહે ત્યારે ખાનપાન ન કરતા, અત્યારે તો કરો. ત્યારે કહે, ફલાહાર લઈશ. આ પ્રકારે મંદિર સિદ્ધ કરાવ્યું. જાળી, ઝરૂકા, નિજમંદિર, તિવારી, ચોક, ટેરા પડદા, જેમ લીલા સૃષ્ટિમાં સજાવટ કરતા હતા તે જ ભાવથી ધા મંદિરની બધી સજાવટ કરી. મુહૂર્ત જોઈને શ્રીઠાકુરજીને પધરાવ્યા. મોટો ઉત્સવ કર્યો, વે વૈષ્ણવોનું સમાધાન કર્યું શ્રીઆચાર્યજીની ભેટ કાઢી.

વાર્તાપ્રસંગ ૩: ફરી એક દિવસ દામોદરદાસ શ્રીઠાકુરજીનો રાજભોગ સમર્પિને શય્યા મંદિરમાં શય્યા સમારતા ગયા ત્યારે જુએ તો દુલીચા (ગાલીચા-ગાદી) ઉપર બિલાડીએ બગાડ કર્યો છે. ત્યારે દામોદરદાસે કહ્યું, શ્રીઠાકુરજી તો પોતાની શય્યા પણ રાખી શકતા નથી. એમ કહ્યું ત્યારે શ્રીઠાકુરજીએ ભોજનનો થાળ ચોકી ઉપરથી લાત મારી ફેંકી દીધો અને દામોદરદાસને શ્રીઠાકુરજીએ કહ્યું કે, સેવક તું કે સેવક હું? સેવક થઈને આવું બોલે છે? એમ બહુ ખીજ્યા. પછી દામોદરદાસે વિનંતી કહી બહુ જ મનુહાર કરી અને બધી સામગ્રી સિદ્ધ કરીને ભોગ સમર્પ્યો, ત્યારે શ્રીઠાકુરજી આરોગ્યા. પરંતુ તો પણ બે મહિના સુધી બોલ્યા નહિ પછી બહુ જ વિનંતી કરવા લાગ્યા ત્યારે બોલવા લાગ્યા.

ભાવપ્રકાશ: શ્રીઠાકુરજીએ રાજભોગનો થાળ લાત મારીને ફેંકી દીધો તે એ ભાવથી કે શ્રીઆચાર્યજીએ હજુ તો દાસભાવનો અધિકાર દીધો છે અને આ હાંસી તો સખ્યભાવનો અધિકાર હોય ત્યારે બને. તેથી શ્રીઆચાર્યજીએ આપ્યા વિના તે વિશેષ ભાવ કર્યો તેથી તારો ધર્યો ભોગ અંગીકાર નહી કરું. આ પ્રકારે શિક્ષ કરી, તેથી અધિકાર વિના વિશેષ કંઈ બોલવું કરવું બાધક છે.

વાર્તાપ્રસંગ ૪: ફરી એક વખત દામોદરદાસ હરસાની એમને ઘેર પરોણે આવ્યા. તે સંભલવાળાને ઘેર પાંચ સાત દિવસ રહ્યા. ત્યારે એમણે બહુ સારી રીતે સમાધાન કર્યું. પછી દામોદરદાસ હરસાની એમનાથી વિદાય લઈ અડેલ ગયા, ત્યારે શ્રીઆચાર્યજીએ દામોદરદાસને કહ્યું કે દમલા! તું ક્યાં ઉતર્યો હતો? શો પ્રસાદ લીધો હતો? ત્યારે દામોદરદાસ હરસાનીએ શ્રીઆચાર્યજીને વિનંતી કરી મહારાજ! કનોજમાં દામોદરદાસ સંભલવાળાને ત્યાં ઊતર્યો હતો, અને અનસખડી મહાપ્રસાદ લેતો. ત્યારે શ્રીઆચાર્યજી દામોદરદાસ સંભલવાળા ઉપર અપ્રસન્ન થયા અને કહ્યું. (મનમાં વિચાર્યું કે) આ મારો અંતરંગ સેવક તેને સખડી મહાપ્રસાદ કેમ ન લેવડાવ્યો? આ વાત શ્રીઆચાર્યજીના મનની દામોદરદાસ સંભલવાળાએ ઘેર બેઠા જાણી કે, શ્રીઆચાર્યજી મહાપ્રભુ મારા ઉપર અપ્રસન્ન થયા છે. ત્યારે સ્ત્રીને કહ્યું કે, તું શ્રી ઠાકુરજીની સેવા સારી રીતે કરજે અને હું તો શ્રીઆચાર્યજીના દર્શન માટે અડેલ જાઉં છું. પછી દામોદરદાસ અડેલ ચાલ્યા. ત્યાં જઈ શ્રીઆચાર્યજીનાં દર્શન કર્યા, સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે શ્રીઆચાર્યજી પીઠ દઈને બેઠા. દામોદરદાસ સંભલવાળાએ શ્રીઆચાર્યજીને વિનંતી કરીને કહ્યું કે મહારાજ! મારો અપરાધ શો છે? અને જીવ તો અપરાધ કરતો જ આવ્યો છે. પરંતુ અપરાધ કર્યો તે જાણીએ તો સારી વાત છે. ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું કે તેં દામોદરદાસ હરસાનીને સખડી મહાપ્રસાદ કેમ ન લેવડાવ્યો? ત્યારે દામોદરદાસ સંભલવાળાએ શ્રીઆચાર્યજીને વિનંતી કરી કે, મહારાજ, દામોદરદાસને જ આપ પૂછો. ત્યારે શ્રીઆચાર્યજીએ દામોદરદાસ હરસાનીને પૂછયું કે દમલા! તેં દામોદરદાસ સંભલવાળાને ત્યાં સખડી મહાપ્રસાદ કેમ ન લીધો? ત્યારે દામોદરદાસે કહ્યું, મહારાજ! શ્રીઠાકુરજી પ્રાતઃકાલ બાલભોગ આરોગતા તે જ લેતો, તેથી સખડીની રૂચી રહેતી નહીં તેથી ન લેતો. શ્રીઆચાર્યજીએ કહ્યું કે તું તારી ઇચ્ચાથી નહોતો લેતો પરંતુ મને તો એના ઉપર બહુ રીસ આવી હતી.ભક્તોના અંતઃકરણની ભક્તિ જોવા પ્રભુનું આ નાટક છે, કેમકે દામોદરદાસ સંભલવાળાએ કનોજમાં પોતાના ઘર બેઠે શ્રીઆચાર્યજીના અંતઃકરણની વાત જાણી, કારણ શ્રીઆચાર્યજી તો ભક્તના હૃદયમાં સદા બિરાજે છે. તે ભક્તહૃદયની વાત શું ન જાણે? પરંતુ ભક્ત પરીક્ષાર્થ આ પ્રભુનું નાટ્ય છે. પછી દામોદરદાસને બહુ જ સન્માન કરી શ્રીઆચાર્યજીએ ધરે મોકલ્યા. દામોદરદાસ પોતાના ઘરે કનોજ આવી સ્ત્રીપુરુષ સારી રીતે સેવા કરવા લાગ્યા.

ભાવપ્રકાશ: દામોદરદાસ હરસાની, સંભલવાળાના ઉપર કૃપા કરવા માટે એમને ત્યાં આવ્યા. દામોદરદાસ સંભલવાળા તનુજા વિત્તજા સેવા સારી રીતથી (રાજસેવા) કરતા અને જે જે વૈષ્ણવ એમને ત્યાં જઈને શ્રીઆચાર્યજીના દર્શને જાય તે બધાની સાથે અલગ અલગ ભેટ મોકલતા, વૈષ્ણવનું સમાધાન કરતા. (ખડિયા થેલા)માં વિના કહે ખર્ચી વૈષ્ણવોને ભરી દેતા. શ્રી આચાર્યજીની આગળ બહુ બડાઈ થઈ. જે આવે તે બડાઈ કરે. ત્યારે શ્રીઆચાર્યજીના મનમાં એ આવ્યું કે હૃદયની ભીતરનો ભાવ શુદ્ધ હોય તો અન્યાશ્રય ન થાય. આ શ્રીઆચાર્યજીના હૃદયની ઇચ્છા જાણીને દામોદરદાસ હરસાની એમને ત્યાં પરોણે આવ્યા. (કૃપા કરવાને માટે) તે દામોદરદાસના હૃદયની બધી રીત સુંદર જોઈ, પરંતુ સ્ત્રીમારચક પિતને મર્યાદા જાણી સખડી મહાપ્રસાદ ન લીધો. પાંચ સાત દિવસ રહ્યા પણ પોતાના હૃદયનો અભિપ્રાય અગર માર્ગની કંઈ વાર્તા ન કહી. પછી શ્રીઆચાર્યજી પાસે આવ્યા ત્યારે શ્રીઆચાર્યજીએ પૂછ્યું ક્યાંથી આવ્યા? ત્યારે વિનંતી કરી જે દામોદરદાસ સંભલવાળને ત્યાં પરોણે ગયો હતો. ત્યાં સખડી નહી લીધી, અનસખડી લીધી. એમ કહીને એ સૂચવ્યું કે, દામોદરદાસનો ભાવ દ્રઢ છે તેથી અનસખડી લીધી. સ્ત્રીનો ભાવ દ્રઢ નથી તેથી સખડી મહાપ્રસાદ નહીં લીધો. ત્યારે શ્રી આચાર્યજી દામોદરદાસ સંભલવળા ઉપર અપ્રસન્ન થયા, કે મારા અંતરંગ સેવકને પ્રાપ્ત કરીને પણ સ્ત્રીનો અન્યાશ્રય ન છોડાવ્યો? ફરી એવો સમય ક્યારે મળશે? આ વાત શ્રીઆચાર્યજીના હૃદયતી સંભલવાળાએ જાણી પણ સ્ત્રીને પરાશ્રય છે તેથી તેણે ન જાણી.

વાર્તાપ્રસંગ પ: વળી સિંહનંદના વૈષ્ણવ જે શ્રીઆચાર્યજીના દર્શને જતા તે કનોજમાં દામોદરદાસના ઘેર ઊતરતા, દામોદરદાસ બધાને પ્રસાદ લેવડાવતા. જ્યારે વૈષ્ણવ અડેલ માટે વિદાય થતા ત્યારે જેટલા વૈષ્ણવ હોય તે બધા પ્રતિ એકએક મોહર અને એકએક નારિયેલ શ્રીઆચાર્યજીને ભેટ મોકલતા. શા માટે? કે મારા દંડવત ખાલી હાથે કેમ કરશો? તે દામોદરદાસ એવા ભવદીય હતા.

વાર્તાપ્રસંગ ૬ : અને દામોદરદાસનો સસરો બહુ જ સંપન્ન હતો. તેણે એકસો લુંડીઓ બેટીના દાયજામાં આપી હતી, કે મારી બેટી સુખી રહેશે, અને કામકાજ બધી લુંડીઓ કરશે. પરંતુ તે લુંડી પાસે કામ ન કરાવતી સેવા સંબંધી કાર્ય બધું આપ જ કરતી અને લુંડી બધી બીજું કામકાજ કરતી. તે એવી ભવદીય હતી.

વાર્તાપ્રસંગ ૭: વળી એક સમયે શ્રીઆચાર્યજી આપ શ્રી દામોદરદાસ સંભલવાળાના ઘેર પોઢ્યા હતા અને દામોદરદાસ સંભલવાળા ચરણ દાબતા હતા. ત્યારે આચાર્યજીએ એમને પૂછયું, કે તને તારા મનમાં કોઈ વાતનો મનોરથ છે? ત્યારે દામોદરદાસે કહ્યું કે મહારાજ! મને તો આપના અનુગ્રહથી કોઈ વાતનો મનોરથ રહ્યો નથી. ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું કે તારી સ્ત્રીને પૂછી આવ. દમોદરદાસએ પોતાની સ્ત્રીને પૂછ્યું તને કોઈ વાતનો મનોરથ છે? ત્યારે સ્ત્રીએ કહ્યું બીજો કો કોઈ મનોરથ રહ્યો નથી, એક પુત્રનો મનોરથ છે. ત્યારે શ્રીઆચાર્યજી પાસે આવીને દામોદરદાસે કહ્યું કે મહારાજ (સ્ત્રીને) એક પુત્રનો મનોરથ છે. શ્રીઆચાર્યજીએ પોતે શ્રીમુખથી આજ્ઞા કરી, પુત્ર થશે. પછી આચાર્યજી પોતે શ્રીનાથજીદ્વાર (જતીપુરા) પધાર્યા. તે પછી સમય થયો. ત્યારે તેને ગર્ભની સ્થિતિ થઈ. તે પછી કેટલા દિવસમાં તે બાખરમાં (લત્તામાં) એક બાખર આવ્યો (જોશ જોનારો આવ્યો) ત્યારે તેને બધી સ્માતની સ્ત્રીઓ પૂછવા લાગી. ત્યારે તેમાંથી કોઈ દામોદરદાસની સ્ત્રીને કહ્યું કે તું પણ પૂછ, તારે શું થશે? પછી એક લુંડીએ જઈને તે ડાકોતિયાને પૂછયું કે મારી શેઠાણીને શું થશે? બેટો થશે કે બેટી? ત્યારે તે ડાકોતિયાએ કહ્યું કે બેટો થશે.

તે પછી કેટલાંક દિવસમાં શ્રીઆચાર્યજી જ્યારે કનોજ પધાર્યા ત્યારે દામોદરદાસ ચરણ સ્પર્શ કરવા ગયા. શ્રીઆચાર્યજીએ કહ્યું, કે તું મને અડીશ નહીં, તને અન્યાશ્રય થયો છે. ત્યારે દામોદરદાસે કહ્યુ કે મહારાજ! હું તો જાણતો નથી. શ્રીઆચાર્યજીએ કહ્યું, કે તું તારી સ્ત્રીને પૂછ ત્યારે દામોદરદાસે પોતાની સ્ત્રીને પૂછયું, સ્ત્રીએ જે પ્રકાર થયો હતો તે બધો કહ્યો. તે વાત દામોદરદાસે શ્રીઆચાર્યજીને આવીને કહી, શ્રીઆચાર્યજીએ દામોદરદાસને કહ્યું કે પુત્ર તો થશે, પરંતુ મ્લેચ્છ (વૃત્તિવાળો) થશે પછી શ્રીઆચાર્યજી આપ અડેલ પધાર્યા.

આ વાત દામોદરદાસની સ્ત્રીએ સાંભળી ત્યારથી તે ઠાકુરજીની સામગ્રી તથા પાત્રને પોતે સ્પર્શ ન કરતી અને કહેતી કે મારા પેટમાં મ્લેચ્છ છે તો હું શ્રીઠાકુરજીની સામગ્રી તથા પાત્રને કેમ અડકું? આવા પ્રકારથી રહેતી. જ્યારે પ્રસૂતિનો દિવસ આવ્યો ત્યારે દામોદરદાસની સ્ત્રીએ પોતાની માતાને કહ્યું, કે મારે પુત્ર થાય તે થતાં માત્ર જ તું તત્કાલ લઈ જજે. હું એનું મહોડું નહીં જોઉ. એનું મહોડું અમે જોઈએ તો અમારૂં અનિષ્ટ થાય તેથી તેનું મહોડું ન દેખાય એવો ઉપાય તું કરજે. એની માતાએ તેમજ કર્યું પ્રસૂતિ થતાં માત્ર તત્કાલ તે બાલકને પોતાના ઘેર લઈ ગઈ, અને ધાઈને (બાંદીને) આપીને તેને મોટો કર્યો.

ભાવપ્રકાશ: એક સમયે જ્યારે શ્રીઆચાર્યજી કનોજ પધાર્યા ત્યારે દામોદરદાસને આજ્ઞા કરી કે તારે કંઈ મનોરથ હોય તો માગી લે. આ પ્રકારે ફરી દામોદરદાસની પરીક્ષા કરી. કેમ કે સ્ત્રીને પરાશ્રય છે, તેના સંગથી આને પણ પરાશ્રય થાય તો કંઈ વરદાન આપીએ, એટલે પુષ્ટિમાર્ગના ફલથી રહિત થાય. પરંતુ દામોદરદાસ તો દઢ છે, તેથી તેમણે કહ્યું મહારાજ! આપના ચરણાવિંદની સેવા મળી હવે મને કોઈ વાતનો મનોરથ નથી. ત્યારે શ્રીઆચાર્યજીએ દામોદરદાસને કહ્યું. સ્ત્રીને પૂછી આવ એમાં એમ સમજવું કે, શ્રીઆચાર્યજી દામોદરદાસ સાથે બોલ્યા, પરંતુ સ્ત્રીથી કંઈ બોલ્યા નહીં. અને સ્ત્રીએ પોતે આવીતને શ્રીઆચાર્યજી પાસે વિનંતી ન કરી. એમ જાણીએ કે સ્ત્રી શ્રી મહાપ્રભુજીની પાસે પણ વધુ વખત આવતી નહીં અને મનમાં અનાશ્રય હતો તેથી કહ્યું જે એક પુત્ર સેવા અર્થે થાય તો સારું પણ એમ વિચાર ન આવ્યો તે પુષ્ટિમાર્ગની સેવા કાં માગ્યાથી મળે? પુત્રનું પ્રમાણ છે કે સેવા કરશે? એટલા વચનમાં (શ્રીઆચાર્યજીએ જાણ્યું) કે મારો આશ્રય છૂટ્યો, પુત્રને લઈને સળઘી ભક્તિ સકામી થઈ ગઈ. સપ્તસ્કંધમાં પ્રહલાદજી નરસિંહજી પ્રતિ કહે છે કે “સ્વામીસોં નિજ અર્થ હી ચાહે, નિંદન ભક્તિ અવગાહે” સ્વામી પાસે લૌકિક વૈદિક પોતાનું સુખ કંઈ ચાહે તો નિંદિત છે. એને ભક્તિ ન મળે. આપ્રકારે પુત્ર આપી શ્રીગોવર્ધનધર પાસે ગિરિરાજ પધાર્યા. પછી જ્યારે સ્ત્રીએ અન્યાશ્રય કર્યો. એવામાં આપ કનોજ પધાર્યા અને દામોદરદાસને ચરણસ્પર્શ એથી ન કરવા દીધા કે સ્ત્રીના હાથનું ખાનપાન દામોદરદાસે કર્યું છે તેથી ચરણસ્પર્શ કરવાનો અધિકાર નથી. આ પ્રમાણે દમોદરદાસને જણાવ્યું.

તેથી અન્યાશ્રય બરાબર બીજો દોષ નથી. જેમ એક પતિ છોડીને બીજો પતિ કરે તે સ્ત્રીનો સઘળો ધર્મ જાય, તે જ પ્રકારે અન્યાશ્રય રંચક કરે તો વૈષ્ણવનો ધર્મ નાશ થાય. પછી ફરી સ્ત્રીને અનન્યતા થઈ. મ્લેચ્છ પુત્રને કારણે શ્રીઠાકુરજીની સામગ્રી-સેવાનો સ્પર્શ તે ન કરતી તેનો અન્યાશ્રય પુત્ર દ્વારા હૃદયથી નીકળ્યો. શ્રી ભાગવતમાં કહે છે, કે જે ભક્તને શ્રીઠાકુરજી વિના બીજી જગ્યાએ જો મમત્વ હોય તો તે વસ્તુનો શ્રીઠાકુરજી તત્કાલ નાશ કરે છે. ત્યારે જ્ઞાન વૈરાગ્ય દ્રઢ થઈને આશ્રય સિદ્ધ થાય છે. તે સ્ત્રીની પુત્રમાં મમતા જોઈને શ્રીઆચાર્યજીએ પોતાના જાણી તે મમમતા નષ્ટ કરી. ત્યારે સ્ત્રીને જ્ઞાન થયું એટલે પોતાની માતાને કહ્યું કે પુત્રનું મહોડું નહીં જોઉં. પુત્ર થવાના સમયે નેત્રો ઉપર પટ્ટી બાંધી લીધી. પછી એની માતા પુત્રને જન્મથી જ પોતાના ઘેર લઈ ગઈ. ત્યાં પુત્ર વરસ નો મ્લેચ્છ બુદ્ધિનો થયો ત્યારબાદ સ્ત્રી-પુરુષ મન લગાડીને શ્રીદ્વારકાનાથજીની સેવા કરી.

વાર્તાપ્રસંગ ૮: પછી એક સમયે જ્યારે દામોદરદાસનો દેહ છૂટ્યો. ત્યારે સ્રીએ તે ઘરમાં સંતાડી રાખ્યો, પછી વૈષ્ણવોને કહ્યું, કે તમે નાવ અડેલની ભાડે કરી લાવો. વૈષ્ણવો ભાડે કરી લાવ્યા. શ્રીદ્રારકાનાથજી અને ઘરની બધી સામગ્રી અને તૃણ પર્યત બધું નાવમાં ભર્યું. ઘરમાં કાંઈ રાખ્યું નહી. પછી વૈષ્ણવોને કહ્યું કે આ નાવ અડેલ લઈ જાવ બધું શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના મંદિરમાં પહોંચાડો, તે વેષ્ણવો નાવ લઈને ચાલ્યા, ૩૦-૪૦ કોસ ઉપર નાવ ગઈ ત્યારે સ્ત્રીએ વાતને પ્રગટ કરી કે દામોદરદાસની દેહ છૂટી છે. એટલે વૈષ્ણવો બધાએ આવીને દામોદરદાસના દેહનો સંસ્કાર કર્યો. પછી દામોદરદાસનો પુત્ર જે તુરક થયો છે તે આવ્યો. તે આવીને જુએ તો ઘરમાં કંઈ નથી, માટીના જલનો કરથો ભર્યો છે. આ જોઈને માથું કુટીને ચાલ્યો ગયો પછી દામોદરદાસનો સસરા આવ્યા. તેણે બેટીને કહ્યું તેં ઘરમાં કાંઈ રાખ્યું નહી? હવે તું શું ખાઈશ? ત્યારે તેણે કહ્યું કે તમે દેશો તે ખાઈશ. ક્ષત્રી લોકોમાં આ સમયે સગાંસંબંધી કંઈક દે છે, એવી જ્ઞાતિની રીતિ છે. ત્યાર પછી દામોદરદાસની સ્ત્રીએ જલપાન ન કર્યું. થોડા જ દિવસમાં તેનો દેહ છૂટ્યો ક્રિયા બંનેની સાથે થઈ. આ વાત કેટલાંક દિવસ પછી કોઈ વૈષ્ણવે શ્રીઆચાર્યજી આગળ કહી. શ્રીઆચાર્યજીએ કહ્યુ કે એને એમ જ જોઈએ. દામોદરદાસ તથા તેમની સ્ત્રીએ બેઉ શ્રીઆચાર્યજીના સેવક એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી તેમની વાતનો પાર નથી. તે ક્યાં સુધી કહીએ?

ભાવપ્રકાશ: દામોદરદાસનો દેહ સ્ત્રીએ એ માટે સંતાડી રાખ્યો કે પુત્ર મ્લેચ્છ છે, સઘળી વસ્તુ શ્રીજીની છે તે લઈ જશે. તેથી નાવ ભરીને બધી વસ્તુ શ્રીઆચાર્યજીને ત્યાં મોકલાવી જ્યારે ૪૦ કોસ નાવ ગઈ ત્યારે સ્રીએ જાહેર કર્યું દામોદરદાસના શ્વસુર આદિ જ્ઞાતિના બધાએ દામોદરદાસના દેહનો સંસ્કાર કર્યો.પછી બેટો દોડીને આવ્યો, તે જુએ તો માટીનો કરથો જલથી ભર્યો છે. બીજું કંઈ નથી, તેથી ચાલ્યો ગયો. લૌકિક થઈને અલૌકિક વસ્તુ લેવાનો ઉપાય કરે તો દુઃખ જ પામે પરંતુ હાથ લાગે નહીં. દામોદરદાસના શ્વસુરે કહ્યું કે કંઈ રાખ્યું નહીં, હવે શું ખાઈશ? આ લૌકિક રીતે પૂછયું, ત્યારે ત્રીએ અલૌકિક વાત કહી, કે હવે તમે દેશો તે ખાઈશ. આ સમયે ક્ષત્રી લોકોમાં દે છે, તેનાથી નિર્વાહ કરીશ. તેનો અર્થ એ છે કે શ્રીઠાકુરજી પધાર્યા, તેથી સેવા વિના ઘરની વસ્તુ કેમ લઉં? સેવા વિના હવે હું લૌકિક છું તેથી લૌકિકથી નિર્વાહ કરીશ, આ પ્રકારે સ્ત્રીએ પણ દેહ છોડી દીધો. ક્રિયા કર્મ બધું દામોદરદાસની સાથે જ થયું.

લુંડીની વાર્તા: તે લુંડી ભગવદીય હતી. તેની વાર્તા નથી લખી તે એ માટે કે તે શ્રીયમુનાજીની સખી છે. લીલામાં એનું નામ 'કૃષ્ણાવેશીની' છે સદા કૃષ્ણના સ્વરૂપનો આવેશ તેનામાં રહેતો, દ્વાપરમાં વિદુરજીની સ્ત્રી આ લુંડી હતી. તેને શ્રીઠાકુરજીમાં અત્યંત સ્નેહ હતો. વિદુરજીના ઘેર બોલાવ્યા વિના શ્રીઠાકુરજી જતા. તે હવે દામોદરદાસને ત્યાં આવી તે લુંડી દામોદરદાસના લગ્નમાં દાયજામાં આવેલી. એને પુષ્ટિ સંબંધ થયો. એ માનસીમાં મગ્ન રહેતી.

એક દિવસે સેવા કરતાં દામોદરદાસના મનમાં આવ્યું કે નકાસમાં (ગુજરીમાં) જઈ ઘોડા ખરીદીએ. તે જ સમયે એક વૈષ્ણવ દામોદરદાસને મળવાને આવ્યો અને દામોદરદાસ વિષે પૂછયું. ત્યારે લુંડીએ કહ્યું કે નકાસમાં ઘોડા ખરીદવા ગયા છે. ત્યારે તે વૈષ્ણવ ચાલ્યો ગયો. પછી એ વાત કોઈએ દામોદરદાસને કહી કે તમે સેવામાં હતા ત્યારે લુંડીએ આ પ્રમાણે કહ્યું. જ્યારે દામોદરદાસને લુંડીને આ બાબતે પૂછયું ત્યારે લુંડીએ કહ્યું, તમારું મન તે સમયે કયાં હતું? જ્યાં મન ત્યાં દેહ જાણજો, ત્યારે દામોદરદાસ ચૂપ થઈ ગયા.

જયારે નાવમાં સઘળી સામગ્રી ધરી ત્યારે સામગ્રી સદેશ (સમાન) લુંડી પણ છે. તે પણ નાવ ઉપર શ્રીદ્વારકાનાથજીની સાથે ગઈ, શ્રીઆયાર્યજીને વૈષ્ણવે આવીને કહ્યું, મહારાજ! શ્રીદ્વારકાનાથજી વૈભવ સહિત પધાર્યા છે. તે સમયે શ્રીનાથજી ઊબ હતા. ત્યારે કહે લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા છે. શ્રીઆચાર્યજી કહે, ઠાકુરતો વૈભવ જોઈને શ્રીગોપીનાથજી તમારું મન પ્રસત્ત થયું છે? ત્યારે શ્રીગોપીતાથજી કહે, તમારો કહેવાઈને શ્રીઠાકુરજીની વસ્તુમાં પોતાનું મન કરશે તેનો નિર્મૂલ નાથ થશે. ત્યારે શ્રીઆચાર્યજી કહે અમારો માર્ગ તો એવો જ છે. તે દ્રવ્યથી કંઈક શ્રીગોપીનાથજી પ્રસન્ન થયા હતા તેથી એક પુત્ર થયો પરંતુ વંશ ન ચાલ્યો. પછી શ્રીઆચાર્યજીએ વૈષ્ણવોને આજ્ઞા કરી જે સઘળી સામગ્રી શ્રીયમુનાજીમાં પધરાવી દો અને દ્વારિકાનાથજીને અમારા ઘેર પધરાવી લાવો. ત્યારે તે લુંડી પણ જે સામગ્રી રૂપ છે તે દેહ સહિત શ્</

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.