← All kirtans

Vaishnav 16 - Jiyadas Suri

84 Vaishanav Ni Vaarta

Lyrics

The English words are not available yet. Showing the Gujarati text.

॥ વાર્તા ૧૬ ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક જીયદાસ સૂરી ક્ષત્રી, આગ્રામાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: જીયદાસ લીલામાં શ્રીયમુનાજીની સખી છે, શ્યામા એનું નામ છે. તે શ્યામાની પાંચ સખી છે, તેના નામ કહીએ છીએ. કાવેરી સખી અહીં પુરુષોત્તમદાસ થયા. મનોહર સખી તે અહીં છબીલદાસ થયા. હીરા સખી તે અહીં કૃષ્ણદાસ થયા, છબીધામા સખી અહીં હરજી થયા અને મંજુરી સખી તે અહીં મથુરામલ્લ થયા. હવે છએ જણ જે પ્રકારે શ્રીલાડલેશજીની સેવા કરી અને લીલામાં પ્રાપ્ત થયા તે પ્રકાર કહે છે.

વાર્તાપ્રસંગ ૧: હવે જીયદાસ સૂર ક્ષત્રીના માથે શ્રીઆચાર્યજીએ શ્રીલાડલેશજી પધરાવ્યા, તે આગ્રા આવ્યા. પ્રાતઃકાલથી સાયંકાલ સુધી સેવા મન લગાડીને તનુજા-વિત્તજા માનસી સેવા કરી પછી અનોસર કરતાં વિરહ એવો થયો કે દેહ છૂટી ગયો. આ પ્રકારે શ્રીલાડલેશજીએ ફક્ત ચાર પ્રહર જીયદાસ પાસે સેવા કરાવી.

ભાવપ્રકાશ: કેમ કે જીયદાસ ઉત્તમ અધિકારી છે, લીલામાં તેઓ મગન થઈ ગયા. લૌકિક વૈદિક કંઈ ન જોયું.

પછી જીયદાસના બે દીકરા હતા. પુરુષોત્તમદાસ અને છબીલદાસ, એમણે કેટલાક દિવસ સેવા કરી. આ બે ભાઈને સંતતિ ન થઈ.

ભાવપ્રકાશ: કેમ કે જીયદાસનો દેહ છૂટ્યા પછી બંને ભાઈઓએ લૌકિકમાં વ્યવહાર છોડીને શ્રીઠાકુરજીમાં મન લગાડી સેવા કરી.

પછી જ્યારે જાણ્યું કે હવે દેહ છૂટશે ત્યારે એ બે ભાઈના મામા કૃષ્ણદાસ ચોપડા ક્ષત્રી હતા તેમના માથે શ્રીલાડલેશજીને પધરાવ્યા. તે કૃષ્ણદાસ ચોપડાએ કેટલાક દિવસ સારી રીતે સેવા કરી. પછી એક સમય મહામારી (મહામૃત્યુ, કોલેરા)નો રોગ આવ્યો ત્યારે કૃષ્ણદાસના બધા કુટુંબનું મરણ થયું કૃષ્ણદાસ પોતે એકલા રહ્યા.

ભાવપ્રકાશ: કેમ કે કુટુંબ દેવી ન હતું તેથી કોઈ સેવક ન થયા, અને દ્રવ્ય જેટલું દેવી હતું તેટલું શ્રીઠાકોરજીએ અંગીકાર કર્યું. પછી આસુરી રહ્યું તે આગ્રામાં પઠાણે આવીને ગામ લૂટ્યું તેમાં ગયું. સૌને માર્યા ફક્ત કૃષ્ણદાસ અને શ્રીલાડલેશજી રહ્યા હતા. એમનું દ્રવ્ય બધું લૂંટી ગયું.

ત્યારે કૃપ્ણદાસના એક મિત્ર હરજી મથુરામલ્લ હતા, તે શ્રીઆચાર્યજીના સેવક હતા. તેમના ઘરે કૃષ્ણદાસ જઈને રહ્યા. તે મથુરામલ્લે ત્રણ દિવસ સુધી સેવા કરી દેહ છોડ્યો. ભગવત્પ્રાપ્તિ થઈ, પછી હરજી અને કૃષ્ણદાસે મળીને સેવા કરી. કૃષ્ણદાસ પણ લીલામાં પ્રાપ્ત થયા. પછી હરજીએ દોઢ વર્ષ સુધી શ્રીલાડલેશજીની સેવા કરી, આપ શ્રીગુસાંઈજીના ઘરે શ્રીગોકુલ પધાર્યા. તે જીયદાસ શ્રીઆચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તાનો પાર નહીં, તે ક્યાં સુધી કહીએ?

ભાવપ્રકાશ: પછી હરજીનો દેહ બગડી. તેથી મોટા શ્રી ગિરિધરજીના લાલજી શ્રીદામોદરજી, શ્રી મુરલીધરજી, શ્રી ગોપીનાથજી એમના ઘરે શ્રી ગોકુલમાં શ્રી ઠાકુરજીને બધી સામગ્રી વસ્ત્ર-આભૂષણ સહિત પધરાવી, વિરહ કહરી દેહ છોડ્યો. તેથી એ છએ શ્રીઆચાર્યજીના કૃપાપાત્ર ભગવદીય હતા. લીલા સંબંધી હતા. તે એક જન્મમાં પ્રભુને પામ્યા. || વાર્તા ૧૬ ||

Take it with you

Keep this kirtan for offline listening in the mobile app.