← બધા કીર્તન

વલ્લભલાલ વહાલા લાગો છો

વધાઈ

કીર્તનના શબ્દો

વહાલા લાગો છો ઘણું વહાલા

વલ્લભલાલ વહાલા લાગો છો

કેસરિયા ધોતી મારા પ્રભુજીને સોહિયે

છુટા મેલ્યા છે કેશ વલ્લભલાલ

કેસરી ઉપરણા મારા વાલાજી સોહિયે

ચાલે લટકતી ચાલ વલ્લભલાલ

કેસરિયા પાઘ મારા વાલાજીને સોહિયે

મુખડું છે પૂનમચંદ વલ્લભલાલ

શ્રી વિઠ્ઠલનાથજીના લાલજ કહીએ

રાણી રુક્ષ્મણીજીના જાયા વલ્લભલાલ

ઐશોભા બેટીજીના વિરાજ કહીએ

પાર્વતી વહુજીના કંઠ વલ્લભલાલ

કીકીમાં કામણ કીધું મારા વહાલા

મારું મન હરિને લીધું વલ્લભલાલ

દેવ જીવને હિત પ્રાગટ્ય લીધું

અનેક જીવ ઉધાર્યા વલ્લભલાલ

કરજોડીને કહે છે ગોપાલદાસ

રાખો ચરણોની પાસ વલ્લભલાલ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.