વલ્લભ મારા કાનમા
કીર્તનના શબ્દો
શ્રીજી મારા કાનમાં કંઈ કહી ગયા
ગુરુજી મારા કાનમાં કંઈ કહી ગયા
વલ્લભ મારા કાનમાં કંઈ કહી ગયા,
ક્યાં હતીને ક્યાં મુજને લઇ ગયા – વલ્લભ
નાવ મારી આજ છે ચકડોળમાં,
હાથ ઝાલી સામે કિનારે લઇ ગયા – વલ્લભ
મોહ ને માયામાં અટવાઈ ગયા,
યમુનાજીને ઘાટ મુજને લઇ ગયા – વલ્લભ
ભક્તિરૂપી ચાવી મુજને દઈ ગયા
તાળા મારા મનનાં ખૂલી ગયા – વલ્લભ
શ્રીકૃષણઃ શરણં મમ મંત્ર મુજને દઈ ગયા,
બ્રહ્મસંબંધમાં મુજને જોડી ગયા - વલ્લભ
શ્રીનાથજીના શરણે મુજને લઇ ગયા
સેવા કેરા સુખ મુજને દઈ ગયા - વલ્લભ