વલ્લભ વલ્લભ કહીએ
કીર્તનના શબ્દો
વલ્લભ વલ્લભ કહીએ, વિઠ્ઠલ જાપ જેપીએ
ગિરિધર ગાઈએ શ્રીજી શરણ રહીએ
વલ્લભ નામ માં ચીતજો લાગે
સંસારી મનડે વૈરાગ જાગે હો, વૈરાગ જાગે,
સુના સુના હૈયે વ્હાલો આવી વસે – ગિરિધર
વિઠ્ઠલ નામમાં પ્રતાપ એવા,
મળે સ્મરતાંને શ્રીજી સેવા હો, શ્રીજી સેવા
ઘડી ઘડી જેપીએ પલભર ના ભૂલીએ – ગિરિધર
ગિરિધર ગોવિંદ ગાવો ને સખી
વળી નીરખોને સાંવલો શ્રીનાથજી હો, વ્હાલો શ્રીનાથજી
વ્હાલો વ્હાલો લાગે ઉરે આનંદ જાગે – ગિરિધર
યમુના મહારાણીના ધ્યાન રે ધરતા
આ સુખ સાગરમાં પ્રેમે રે ન્હાતા હો, પ્રેમે રે ન્હાતા
વળી વળી વિનવે દાસી ચરણ લાગે - ગિરિધર