વલ્લભ વાલા વિનંતી
કીર્તનના શબ્દો
વલ્લભ વહાલા વિનંતી મારી ભાવ ભરી સ્વીકારજો
અમ સરખા જીવોને નિજ ની સેવામાં સંભાળ જો - વલ્લભ વહાલા
વિકળ હૃદયને નયન અંધારા આપને જોવા ઝંખે
કમળ સમીપે આંખડી માંથી કરુણા રસ વરસાવજો - વલ્લભ વહાલા
મધ દરિયામાં નાવડી વલ્લભ હાલક ડોલક થતી
અંત સમય અલબેલા મારી નાવડીને હંકાલજો - વલ્લભ વહાલા