← બધા કીર્તન

વલ્લભકુળના શ્રીજીબાવા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

વલ્લભકુળના શ્રીજીબાવા શ્રીજીબાવા પ્યારા પ્યારા લાગે

વ્રજવાસીના શ્રીજીબાવા શ્રીજીબાવા પ્યારા પ્યારા લાગે

હાથમાં છે લાકડીને ખભે કાળી કામળી (૨)

વાંકળિયા વાળ એની સુરત છે સાંવરી

મુખેથી ડચકાં કરી ગાયો ચરાવે (૨)

શ્રીજીબાવા પ્યારા પ્યારા લાગે – વલ્લભકુળના

એક હાથ ઊંચો કરી સૌને બોલાવે (૨)

વૈષ્ણવને જોઈ મીઠું મુખડું મલકાવે

મીઠી મીઠી મોરલીનો નાદ સુણાવે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.