← બધા કીર્તન

વનરાવન મોરલી વાગે છે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

વાગે છે રે વાગે છે વનરાવન મોરલી વાગે છે.

એના સુર ગગનમાં ગાજે છે,

વનરાવન મોરલી વાગે છે.

આ કાંઠે ગંગાને ઓલે કાંઠે જમુના,

વચમાં ગોકુળીયું બિરાજે છે - વનરાવન

વનરાતે વનને મારગડે જાતાં,

વ્હાલો દાણ મહીડા માગે છે - વનરાવન

વનરાતે વનમાં રાસ રચ્યો છે,

વ્હાલો તાતા થે થે નાચે છે - વનરાવન

કર જોડીને કરું વિનંતી રે,

એના દર્શનથી દુઃખડા ભાગે છે - વનરાવન

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.