← બધા કીર્તન

વ્હાલા વ્રજમાં વહેલા આવો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

વ્હાલા વ્રજમાં વહેલા આવો ગોફુળીયુ ગમતું નથી

ગમતું નથી રે મન માનતું નથી રે વ્હાલા

વ્હાલા ગાયું દોહવા જાવ તો મન માનતું નથી રે

વ્હાલા તારા વિના ગાય દુધ દેતી નથી રે

વ્હાલા ગાય ચરવા જાય તો મન માનતું નથી રે

વ્હાલા તારા વિના ગાય ઘાસ ખાતી નથી રે

વ્હાલા મહી વલોવા જાવ તો મન માનતું નથી રે

વ્હાલા તારા વિના માખણ કોઇ ખાતું નથી રે

વ્હાલા જલ ભરવા જાવ તો મન માનતું નથી રે

વ્હાલા તારા વિના છેડલો કોઇ જાલતું નથી રે

વ્હાલા રસોઇ કરવા જાય તો મન માનતું નથી રે

વ્હાલા તારા વિના ઢેબરાં કોઇ ખાતું નથી રે

વ્હાલા મંદિરે જાવ તો મન માનતું સૂચી રે

વ્હાલા તારા વિના દર્શન કોઇ દેતું નથી રે

વ્હાલા વ્રજમાં વહેલા આવો ગોંફુળીયું ગમતું નથી રે

ગમતું નથી રે મન માનતું નથી રે વ્હાલા

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.