← બધા કીર્તન

વિનવું રે તમને

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

વિનવું રે તમને ધન્યરે શ્રી યમુનામા, કૃપાળુ યમુનાજીમા

દાસીને દર્શન દેજો મોરી મા

નિરને વળી ધીર ગંભીરમા, ખારો જ દરીયો ભરીયો મા,

દૈવી જીવને કાજે વ્રજમાં વસિયા મોરી મા - વિનવું રે

કરમા રે કમળની માળા, તમે ધરી માં, ધીમે પગલે ચાલ્ચા મા,

શ્યામ સુંદરના કંઠમાં રોપવા ચાલ્યા મોરી મા - વિનવું રે

સૂરજ દેવતાના દિકરીને, યમરાજાનાં બેનીમા,

વિરને વચને બાંધી, પાપી પાવન કીઘા મોરીમા - વિનવું રે

બેઉ કર જોડી કરૂં વિનંતિ મા, ચરણ કમળમાં રાખો મા

વ્રજમાં વાસ દેજો મા, નિકુંજમાં લેજો તાણી મોરી મા - વિનવું રે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.