વૃંદા તે વનમાં હિંડોળો રચ્યો
કીર્તનના શબ્દો
વૃંદા તે વનમાં હિંડોળો રચ્યો
શોભા તણો નહી પાર હિંડોળે ઝૂલે છે કૃષ્ણ કુમાર
ફૂલોની ડાંડીને ફૂલનો સ્થંભ
ફૂલના જુમર ચાર હિંડોળે ઝૂલે છે કૃષ્ણ કુમાર
ફૂલની ગાદી ને ફૂલના તકીયા
ફૂલના ચહેરે ઓછાડ હિંડોળે ઝૂલે છે કૃષ્ણ કુમાર
ઈરે હિંડોળે હરખે ઝુલાવું
કૃષ્ણ ઝુલાવું વારંવાર હિંડોળે ઝૂલે છે કૃષ્ણ કુમાર
ફૂલના મુગટને ફૂલના વાઘા
ફૂલના સોળે શણગાર હિંડોળે ઝૂલે છે કૃષ્ણ કુમાર
હારે હિંડોળે પ્રેમે ઝુલાવું
શ્રીજી ઝુલાવું વારંવાર હિંડોળે ઝૂલે છે કૃષ્ણ કુમાર
વલ્લભના સ્વામીને અંતર જામી
આપો શ્રી વ્રજમાં વાસ હિંડોળે ઝૂલે છે કૃષ્ણ કુમાર