← બધા કીર્તન

વૃંદાવનમાં થનકાર

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ

રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ

બીજું કૈં નહીં કૈં નહીં - વૃંદાવનમાં

નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો

ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો

મોરમુકુટ મણી વાંકડો અંબોડો

કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન

તાળી લૈ લૈ લૈ - વૃંદાવનમાં

વાગે તાલ ને કરતાલ સંગ તાળી

કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી

મદનગાન મુખ્ય ગાયે વનમાળી

બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન

હ્રદય દૈ દૈ દૈ - વૃંદાવનમાં

મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ

મનમાં માનિની વિમાસણ થાયે

હુંથી છાની બીજા છે મુકુટ માંહે

બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી

દયા પ્રભુ જય જય જય - વુંદાવનમાં

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.