← બધા કીર્તન

યમુના જળમાં કેસર

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા

અંગો લુછી આપું વસ્ત્રો, પીળું પિતાંબર પ્યારમાં

તેલ સુગંધી નાખી આપું, વાંકડિંયા તુજ વાળમાં

ફુમ ફુમ કેરું તિલક સજાવુ, ત્રિકમ તારા ભાલમાં

અલબેલી આંખોમાં આંજુ, આંજણ મારા વાલમાં

હસતી જાઉં વાટે ધાટેં, નાચી ઉઠું તાલમાં

નજર ન લાગે શ્યામ સુંદરને ટપકાં કરી દઉ ગાલમાં

પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે, કરમા કંકણ વાલમાં,

કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિત્તડુ ચાલમાં

મોર મુફુટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં,

કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, વારી જાઉં તારા વ્હાલમાં

દુધ કટોરી ભરીને આપું, પીયો મારા શામળા

ભકત મંડળ નિરખી શોભા, રાખો ચરણે શામળા

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.