← બધા કીર્તન

યમુના મા મારી નાવડી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

યમુના મા મારી નાવડી તું તારજે

સુખ દુઃખમાં મને સંભાળજે - યમુના

આશરો મુજને તમારો એક છે

આંટીઘૂંટી માં મને ઉગારજે - યમના

તારા વિના મારું બીજું કોણ છે

ધ્યાનમાં રાખી સદા મને પંપાળજે – યમુના

મોહ ને માયા મૂકી અથડાઉં

તારા પંથે મન મારું રાખજે - યમુના

માતા કુમાતા કદી થાતી

હેત રાખી હાથ મારો ઝાલજે - યમુના

દાસીની અરજી તમે સ્વીકારજો

રાખો તમારા ચારણોની પાસ જો - યમુના

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.