ઝાંખી કરતા જમુનાજીની
કીર્તનના શબ્દો
ઝાંખી કરતા જમુનાજીની આનંદ ઉર ના સમાય રે
વારે વારે દર્શન કરવા મન મારું લલચાય રે - ઝાંખી
ચંચળ નયન કમલ અણીયારા શિતલીયાળા કેશ રે
ચટકેલી ચૂંદડી એ શોભે (૨) સુંદર બાળા વેશ રે – ઝાંખી
કર કંકણ પગ નૂપૂર સોહે રુમઝુમ રુમઝુમ બાજે રે
ભાલે ટિલડી કાને કુંડળ (૨) હૈયે હાર બિરાજે રે - ઝાંખી
સોળે સજયા શ્રીંગાર શ્રી અંગે હસ્ત કમલ માં માળા રે
રૂપ અનુપમ નીરખી નયને (૨) જોયા નંદલાલ રે – ઝાંખી
નવધન શમધન શ્યામલ વરનું મંદ મંદ મુશ્કાયે રે
કૃપા દ્રષ્ટિ ની વૃષ્ટિ કરતા (૨) ભક્ત હ્રદય ભિંજાય રે – ઝાંખી
યમુના યમુના નામ રટે તો તન ના તાપ નસાયે રે
લાલ શ્રી યમુના ચરણ શરણ થી (૨) વાસ વ્રજ માં થાયે રે -ઝાંખી