ઝુલે છે વ્રજ કેરો નાથ
કીર્તનના શબ્દો
ઝુલે છે વ્રજ કેરો નાથ રાધીકાને સંગે ઝૂલે છે
બ્રમ્હા ઝુલાવે બ્રહ્મ તેજને હિંડોળે
શીવજી ઝુલાવે કૈલાસ રાધીકાની સંગે ઝૂલે છે
નંદજી ઝુલાવે સોના રત્નને હિંડોળે
જશોદા ઝુલાવે ભુવન માંય – રાધીકા
દેવો ઝુલાવે હીરા મોતીને હિંડોળે
નારદ ઝુલાવે વીણા માંય – રાધીકા
ગોપ ઝુલાવે ગુપ્તને હિંડોળે
ગોપી ઝુલાવે કુંજ માંય – રાધીકા
રાધાજી ઝુલાવે ઉરને હિંડોળે
લલીતા ઝુલાવે નેણું માંય – રાધીકા
સખીયું ઝુલાવે સત્સંગના મંડળમાં
વૈષ્ણવ ઝુલાવે હૃદય માંય – રાધીકા
માધવદાસના સ્વામી શામળીયા
આપો શ્રી વ્રજમાં વાસ રાધીકા સંગે ઝૂલે છે