ઝૂલે ઝૂલે છે નંદલાલ રે
કીર્તનના શબ્દો
ઝૂલે ઝૂલે છે નંદલાલ રે…સોનાના પારણે
હૈયું હરળે છે મારું આજ રે…નીરખી મારા નાથને
સોનાનું પારણુંને રેશમની દોર છે (૨)
ભક્તો ઝુલાયે દિન રાત રે - સોનાનના પારણે
વ્રજનો અવતાર ઝૂલે, જશોદાનો બાળ ઝૂલે (૨)
ઝૂલે નટખટ માખણનો ચોર રે – સોનાના પારણે
સોનાના પારણાની શોભા અતુલ છે (૨)
હે ખોયા ભક્તોએ શાન-ભાન રે…નીરખી નંદલાલને